ગુજરાત
News of Friday, 24th September 2021

વિધાનસભા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય- ઉપાધ્યક્ષ પદે જેઠાભાઈ આહિરની ઉમેદવારી

(અશ્વિન વ્યાસ), ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે  ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્યનુ તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરનુ ઉમેદવારી પત્ર આજે વિધાનસભા ખાતે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને શાસક પક્ષના દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ સચિવશ્રી ડી.એમ.પટેલને રજૂ કર્યુ હતું.

(3:31 pm IST)