News of Saturday, 23rd October 2021
વડોદરાના વાઘોડિયા રોડ નજીક મધ્યરાત્રિ સુધી હોટલ ખુલી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ
વડોદરા: વાઘોડિયારોડ હાઇવે ચોકડી પાસે આવેલી દ્વારકેશ હોટલ અને રામદેવ હોટલ મોડીરાત સુધી ખુલ્લી રહેતી હતી.ગઇકાલે રાતે બાપોદ પોલીસે બંને હોટલના સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
ગતરાતે બાપોદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન રાતે ત્રણ વાગ્યે રામદેવ હોટલ પાસે આવતા હોટલ તેમજ ચાની લારી ખુલ્લી હતી.જેથી,પોલીસે હોટલ પર હાજર નીંબારામ રગારામજી રબારી તેમજ ચેનારામ ગેનાજી ચૌધરી (બંને રહે.રામદેવ હોટલ,વાઘોડિયા ચોકડી)સામે ગુનો દાખલ કર્યો હતો.નજીકમાં જ આવેલી દ્વારકેશ હોટલ ગલ્લો તેમજ ચાની લારી ખુલ્લી રાખનાર પ્રિન્સ પીયૂષભાઇ ભડાણીયા (રહે.સંસ્કૃતિ ટાવર,વાઘોડિયો ચોકડી )ની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(5:38 pm IST)