ગુજરાત
News of Sunday, 24th October 2021

ઓલ ઇન્ડિયા ગ્રેપ્લીગ રેસલીગ ચેમ્પિયનશીપમાંવડોદરાની નિધિ મોરે જીતી ગોલ્ડ મેડલ

92 કિલો કેટેગરીમાં ચિરાગ સોની અને 66 કિલોની કેટેગરીમાં માનવ ગોરખાને બ્રોન્ઝ મેડલ મળ્યું

વડોદરાઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ગ્રેપ્લીગ રેસલીગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વડોદરામાંથી 10 ખેલાડીઓ ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેવા ગયાં હતાં. જેમાં 90 કિલોની કેટેગરીમાં વડોદરાની નિધિ મોરેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે. જ્યારે 92 કિલો કેટેગરીમાં ચિરાગ સોની અને 66 કિલોની કેટેગરીમાં માનવ ગોરખાને બ્રોન્ઝ મેડલ મળ્યું છે. તો ટીમના કોચ તરિકે ગયેલાં વડોદરાના જીતેન્દ્ર બારોટ નેશનલ રેફરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં છે. આજે કોચ સાથે વિજેતા ખેલાડીઓ વડોદરા આવી પહોંચતા રેલવે સ્ટેશન ખાતે વિજેતા ખેલાડીઓનું નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા તરફથી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું.

(4:53 pm IST)