News of Tuesday, 24th November 2020
અમદાવાદ ડેપ્યુટી મ્યુનિશિપલ કમિશ્નર આર.કે.મહેતાને ફરી વખત કોરોના
રોગ મુકત થયા બાદ બીજી વખત રિપોર્ટ પોઝીટીવ આવતા ચિંતા
રાજકોટ તા.ર૪ : અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર આર.કે. મહેતાનો કોરોના રિપોર્ટ બીજી વખત પોઝીટીવ આવતા ચિંતા પ્રસરી ગઇ છે.
અગાઉ જુન મહિનામાં ડેપ્યુટી કમિશ્નર આર.કે. મહેતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારબાદ ફરીવાર કોરોના પોઝીટીવ આવતા ચિંતા પ્રસરી ગઇ છે.
બન્ને વખતે તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે પરંતુ કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા.
આર.કે. મહેતાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે.
જયારે ડેપ્યુટી કમિશ્નર આર.કે. મહતા સહિત ૪ અધિકારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા દાણાપીઠ કચેરીના છઠ્ઠા માળના તમામ વિભાગો બંધ કરાયા છે.
(1:25 pm IST)