ગુજરાત
News of Tuesday, 24th November 2020

વડોદરાના ગોરવા વિસ્તારમાં મિત્રતા બાંધવા મજબુર કરનાર યુવકને ઝડપાવવા તરુણીને પોલીસનો સહારો લીધો

વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તેને ધાકધમકી આપી પજવતા યુવકને પોલીસને હવાલે કરી પાઠ ભણાવ્યો હતો.   

ગોરવા વિસ્તારમા રહેતી વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું હતું કે, રીફાઈનરી રોડ વિસ્તારની યશોનંદન સોસાયટીમાં રહેતા બ્રિજેશ બંશબહાદુર યાદવ નામના યુવકે મારા એક મિત્રને ફોન કરી મને મળવા માટે મેસેજ મોકલ્યો હતો.

ગઈકાલે રાત્રે મારા મિત્રએ મને ફોન કરી બ્રિજેશ તને મળવા માટે મારુતિ ટેનામેન્ટ પાસે ઉભો હોવાનું જણાવતા હું મારા પરિચિત યુવકને લઈ મારુતિ ટેનામેન્ટ પાસે પહોંચી હતી. આ વખતે બ્રિજેશે મને ફ્રેન્ડશીપ રાખવા માટે કહેતા મે ઇનકાર કર્યો હતો. જેથી તેને ચપ્પુ બતાવી મને તેમ જ મારી સાથે આવેલા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:00 pm IST)