News of Tuesday, 24th November 2020
અમદાવાદમાં છ નવી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ અને બે કોવિડ ડેઝીગ્નેટે હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરાયો
હોટલ અને હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર તરીકે મંજૂરી: 378 જેટલા વધારે બેડની સુવિધા ઉપલબ્ધ : મુખ્ય અધિક સચિવ ડૉ. રાજીવકુમાર ગપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તબક્કાવાર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મુખ્ય અધિક સચિવ ડૉ. રાજીવકુમાર ગપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.જેમાં હોસ્પિલની આવેલી રજૂઆતોના પગલે AMC દ્વારા હોટલ અને હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે. જેમાં 378 જેટલા વધારે બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 નવી હોસ્પિટલને કોવિડ હોસ્પટિલ અને 2 કોવિડ ડેઝીગ્નેટે હોસ્પિટલમાં પ્રાઇવેટ બેડની સંખ્યામાં વધારો કરી પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 બેડનો વધારો કરવામાં આવ્યો છે.
(10:35 pm IST)