ગુજરાત
News of Tuesday, 24th November 2020

રાત્રી કર્ફયુથી મહાનગરોના પાર્ટી પ્લોટ અને કેટરર્સ સંચાલકો પરેશાન : સમય થોડો મોડો કરવા માંગણી

લગ્નોમાં મહેમાનોની સંખ્યા ઘટાડાતા પ્લોટ અને કેટરિંગનાં ઓર્ડર કેન્સલ થઇ ગયા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યા બાદ અને સરકાર દ્વારા ફરી એકવાર નાઈટ કરફ્યું નાખવાના કારણે કેટરર્સ અને વેપારીઓની સ્થિતિ કફોડી થઇ ગઈ છે. ઓછા ધંધામાં વેપારીઓને જાણે પડતા પર પાટું વાગવા જેવું થયું છે. પાર્ટી પ્લોટ સંચાલકોની પણ એજ સ્થિતિ છે કેમ કે પ્રસંગ કેન્સલ થવા લાગ્યા છે. પેહલા સરકાર દ્વારા 200 લોકોની પરમીશન આપવામાં આવી હતી હવે 100 કરી નાખવામાં આવતા પ્લોટ અને કેટરિંગનાં ઓર્ડર કેન્સલ થઇ ગયા છે. પાર્ટી પ્લોટના સંચાલકો દ્બ્વારા માગ કરવામાં આવી છે કે કરફ્યુંના સમયમાં લંબાવવામાં આવે તો ઘણી રાહત થઇ શકે તેમ છે.

રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યા બાદ અને સરકાર દ્વારા ફરી એકવાર નાઈટ કરફ્યું નાખવાના કારણે કેટરર્સ અને વેપારીઓની સ્થિતિ કફોડી થઇ ગઈ છે. ઓછા ધંધામાં વેપારીઓને જાણે પડતા પર પાટું વાગવા જેવું થયું છે. પાર્ટી પ્લોટ સંચાલકોની પણ એજ સ્થિતિ છે કેમ કે પ્રસંગ કેન્સલ થવા લાગ્યા છે. પેહલા સરકાર દ્વારા 200 લોકોની પરમીશન આપવામાં આવી હતી હવે 100 કરી નાખવામાં આવતા પ્લોટ અને કેટરિંગનાં ઓર્ડર કેન્સલ થઇ ગયા છે. પાર્ટી પ્લોટના સંચાલકો દ્બ્વારા માગ કરવામાં આવી છે કે કરફ્યુંના સમયમાં લંબાવવામાં આવે તો ઘણી રાહત થઇ શકે તેમ છે.

(11:44 pm IST)