ગુજરાત
News of Tuesday, 24th November 2020

રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાનો ભરડો:લોકોમાં જાગૃતિ જરૂરી

માસ્ક વગર ખુલ્લેઆમ જોવા મળ્યા લોકોની આ પદ્ધતિ ખુદના માટે પણ ગંભીર

અમદાવાદ : રાજ્યના મહાનગરો બાદ હવે નાના શહેરોમાં પણ કોરોનાએ તેનો ભરડો લેવાની શરૂઆત કરી છે. તંત્ર તમામ પ્રકારની તકેદારી વર્તવા માટે અને નિયમોના પાલન માટે કહી રહી હોવા છતાં લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા.  સાબરકાંઠાના પ્રાંતિજ અને આજુબાજુના વિસ્તારમાં લોકો માસ્ક વગર ખુલ્લેઆમ જોવા મળ્યા. અગર માસ્ક વિષે પૂછવામાં આવે છે તો બહાના તૈયાર જોવા મળે છે. જોકે માસ્ક વગર ફરવાની આ પદ્ધતિ ખુદના માટે તો ગંભીર છે જ સાથે સંક્રમણને જન્મ આપવા જેવી પણ છે. જનતામાં જાતે જાગૃતતા આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે

(11:48 pm IST)