News of Thursday, 24th November 2022
વડાપ્રધાન મોદી માટે વિશેષ ક્ષણ : દાહોદમાં 103 વર્ષના સુમનભાઇએ આશીર્વાદ આપ્યા
દાહોદ મુલાકાત દરમ્યાન એક વિશેષ દ્રશ્ય પીએમ મોદીએ પોતાના ફેસબુક પેજ પર શેર કર્યું
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવી રહ્યા છે. જેમાં પીએમ મોદીની દાહોદ મુલાકાત દરમ્યાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં દાહોદના 103 વર્ષના સુમનભાઇએ પીએમ મોદીને ગળે વળગીને તેમને આશીર્વાદ આપ્યા હતા. આ ફોટોગ્રાફને નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમજ લખ્યું છે કે ” દાહોદથી એક વિશેષ ક્ષણ, 103 વર્ષના સુમનભાઇએ મને આશીર્વાદ આપ્યા.
(9:41 am IST)