News of Thursday, 24th November 2022
મરેન્ગો સિમ્સ હોસ્પિટલ દ્વારા સ્ટ્રોક એમ્બ્યુલન્સ લોન્ચ
(કેતન ખત્રી), અમદાવાદઃ સ્ટ્રોક એક એવી ખતરનાક ઈમર્જન્સી છે જે અનેક લોકોના જીવ લે છે. વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિતે અમદાવાદની મરેન્ગો સિમ્સ હોસ્પિટલે અણધારી રીતે ત્રાટકતા સ્ટ્રોકથી દર્દીઓનું જીવન બચાવવા માટે સૌથી મહત્વની એવી સ્ટ્રોક એમ્બ્યુલન્સ લોન્ચ કરી રહી છે. આ સ્ટ્રોક એમ્બ્યુલન્સ સ્ટ્રોકના દર્દીઓનું જીવન બચાવવા ગોલ્ડન અવરના વધી રહેલા મહત્વ અંગે જાગળતતા ફેલાવવાનું કામ કરશે. આ અંગે ન્યૂરોફિઝિશિયન્સ ડો. મુકેશ શર્મા, ડો. કેવલ ચાંગડિયા અને ડો. ધ્રૂમિલ શાહ સાથે ન્યૂરોસર્જન્સ ડો. પરિમલ ત્રિપાઠી, ડો. વાય સી શાહ, ડો. દેવેન ઝવેરી, ડો. ટી કે બી ગણપતિ, ડો. સંદીપ શાહ અને ડો. જયુન શાહે એક સેશન યોજીને વધુ માહિતી આપી હતી.
(4:02 pm IST)