વડોદરાના હરણી વિસ્તારમાં એકજ દિવસે બે અછોડા તોડનાર આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો
વડોદરા: હરણી રોડ શાંતનુ સોસાયટીમાં રહેતા 72 વર્ષના સિનિયર સિટીઝન દિલીપભાઈ માનસિંગ રાવ સુર્વે પી ડબ્લ્યુ ડી માં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે ગત ત્રીજી જુલાઈ સાંજે તેઓ ઘરેથી નીકળીને થોડી દૂર જઈ પરત ઘર તરફ આવતા હતા તે દરમિયાન એકટીવા પર આવેલા બે આરોપી તેમના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા.
વારસાઈ રીંગ રોડ નવનીત પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષના જય બાલા બહેન ઉપાધ્યાય ત્રીજી તારીખે સાંજે 7:30 વાગે ઘરે થી નીકળી સંગમ તરફ ચાલવા માટે ગયા હતા તે દરમિયાન activa પર આવેલા બે આરોપીઓ તેમના ગણામાંથી રૂ.35,000 ની સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા.
આ બંને ફરિયાદ અંગે વારસિયા પોલીસે તપાસ કરતા આરોપી રોહિત ઉર્ફેરોની નાગરભાઈ દંતાણી રહેવાસી વસંતનગરના છાપરા ઠક્કરબાપા નગર અમદાવાદ મૂળ રહેવાસી મહેસાણા ની ઝડપી પાડ્યો હતો. આરોપી જામીન પર છુટતા પોલીસે તેની ભાષા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યો છે.