વડોદરા નજીક ટ્રેલરમાંથી સળિયા ચોરીનું નેટર્વક ઝડપી પોલીસે એક શખ્સની ધરપકડ કરી
વડોદરા નજીક કપુરાઇ પાસે ટ્રેલરમાંથી સળિયાચોરીનું નેટવર્ક પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે ત્રણ શખ્સો ફરાર થઇ ગયા છે.
આ અંગેની વિગત એવી છે કે ચૂંટણીના કારણે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઇ મોડીરાત્રે વરણામા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કપુરાઇ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે શુભ રેસિડેન્સીની બાજુમાં સાફ્લ્ય આર્કેડ કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં એક ટ્રેલર જણાયું હતું અને તેમાંથી કેટલાંક સળિયા ઉતારીને જમીન પર મૂકેલા હતાં. પોલીસે ટ્રેલરના ચાલક સિકંદર જનાર્દનપ્રસાદ પાલ (રહે.તૌલા રજૌધા, તા.જી. ગયા, બિહાર) પાસે બિલ્ટી માંગતા સળિયા સચાનામાં સેઇલ ખાતેથી ટ્રેલરમાં ભરીને ભરૃચ એલ એન્ડ ટી કંપનીમાં લઇ જવાનો ઉલ્લેખ હતો.
રસ્તામાં સળિયા સગેવગે કરવા આ કૃત્ય કર્યું હોવાનું જણાતા ડ્રાઇવરની વધુ પૂછપરછ કરતાં સળિયા વડોદરામાં રહેતા રમેશભાઇના કહેવાથી મહેન્દ્ર મારવાડીને વેચવા માટે આવ્યો હતો અને સળિયા લેવા માટે પિન્ટુ નામનો શખ્સ આવ્યો હતો જે પોલીસને જોઇ નાસી ગયો છે તેમ જાણવા મળ્યું હતું. પોલીસે સળિયા અને ટ્રેલર મળી કુલ રૃા.૩૭.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.