ગુજરાત
News of Thursday, 24th November 2022

રાજ્યના મતદારો માટે હેલ્પ લાઇન નંબર કાર્યરત તમામ પ્રકારની માહિતી હવે મળી શકશે ઘરે બેઠા

-- ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર

અમદાવાદ :  ગુજરાતમાં મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પરથી મતદારો પોતાનું મતદારા યાદીમાં નામ કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મતદારો સરળતાથી મેળવી શકે તેવા ઉમદા હેતુથી રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલિફોન નંબર- 1950 કાર્યરત છે

 

(10:47 pm IST)