ગુજરાત
News of Wednesday, 25th January 2023

ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં મિલકત વેરામાં જંગી વધારો કરવાની બહાલી

કોંગ્રેસના કોર્પોરેટ અંકિત બારોટે કહ્યું-મનાપાએ ટકેસ વધારીને જનતાના ખિસ્સા ખખેરવાનું શરૂ કર્યું

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાયી સમિતિની બેઠકમાં મિલકત વેરામાં જંગી વધારો કરવાની બહાલી આપી હતી. મિલકતના ટ્રાસ્ફર ફીમાં વધારો કરતા સ્થાનિક નાગરિકો સહિત મનપા કોંગ્રેસના સભ્યો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટ અંકિત બારોટે જણાવ્યું હતું કે, મનાપાએ ટકેસ વધારીને જનતાના ખિસ્સા ખખેરવાનું શરૂ કર્યું છે

થોડાક વર્ષો પહેલા મનપા દ્રારા વોટર એટીએમ પ્રોજેક્ટ શરૂ કરીને શહેરના વિવિધ સેકટરમાં જાહેર માર્ગ પર વોટર એટીએમ મુકવામાં આવ્યા હતા અને એન્જસીને મોટો ફાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે આ તમામ વોટર એટીએમ મશીન ધૂળ ખાઈ રહ્યા છે .જે મામલે ગાંધીનગર મેયરને રજૂઆત કરી છે. તેમજ મિલકત વેરામાં કરવામાં આવેલા વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે

   

(11:57 pm IST)