ચૂંટણી પંચમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સંજય વાઘને ઍવોર્ડ
ઇ.વી.ઍમ. મેનેજમેન્ટમાં પ્રશંસનીય કામગીરી : સંભારણા વાગોળી બિરદાવતા અધિક સચિવ જયદીપ દ્વિવેદી
રાજકોટ, તા.રપ : ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મતમશીનના વ્યવસ્થાપનને લગતી શ્રેષ્ઠ કામગીરી બદલ નાયબ સેકશન અધિકારીશ્રી સંજય વાઘને ઍવોર્ડ મળ્યો છે.
અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીઍ પ્રસન્નતા વ્યકત કરતા જણાવેલ કે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીમાં સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન, ઉત્તમ કામગીરી માટે અનેક પ્રકારની પ્રશંસા મળી અને ઇવીઍમ મેનેજમેન્ટ કામગીરી માટે સમગ્ર દેશના તમામ રાજયોમાં ગુજરાતે વિશિષ્ઠ દેખાવ કર્યાનો સંતોષ થયો હતો. સંતોષ સુધી પહોîચવામાં સતત સાથ આપનાર કચેરીના નાયબ સેકશન અધિકારી ઇવીઍમ બોય સંજય વાઘને આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે -ર૦રર ની વિધાનસભા સામાન્ય ચૂંંટણીમાં શ્રેષ્ઠ યોગદાન માટે ઍવોર્ડ આપવામાં આવ્યો. શિષ્યની સફળતા જાઇ ગુરૂને આનંદ થાય, તેવી સંતોષની અનુભૂતિ થઇ.