સુરતમાં તાપીના બ્રિજ પરથી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ: લોકોએ બચાવી લીધી
100 નંબર પર ફોન કરીને જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ પરથી એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણ બ્રિજ પરથી પસાર થતા લોકોને થતા લોકોએ યુવતીને બચાવી લીધી હતી. લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ 100 નંબર પર ફોન કરીને પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જોકે આ યુવતીએ આવુ પગલુ કેમ ભર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
આ ઘટનાને નજરે જોનારા રાહદારી જણાવ્યું હતું કે, ભર બપોરે કાપોદ્રા બ્રિજ પર એક યુવતી ચઢીને નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ ઘટનાની જાણ લોકોને થતા લોકો એકઠા થઇ ગયા હતા જ્યા સુધી લોકો આ યુવતી પાસે પહોંચે ત્યાં સુધીમાં યુવતી બ્રિજની લોખંડની જાળી ટપીને તાપી નદીની સાઇડ ઉતરી ગઈ હતી પરંતુ લોકોએ સમયસૂચકતા વાપરીને યુવતીને પકડી લીધી હતી અને ત્યારબાદ બે યુવાનોએ પેલી સાઈડ જઈને આ યુવતીને હેમખેમ બચાવી લીધી હતી અને ત્યારબાદ આ બાબતે પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસ આ યુવતીને પોતાની સાથે લઇ ગઇ હતી. આ યુવતીએ શા માટે આ પ્રકારે આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા મળ્યું નથી. આ ઉપરાંત યુવતી ક્યાંથી આવી છે તેની પણ કોઈ માહિતી નથી.