ગુજરાત
News of Friday, 25th June 2021

એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ભયાનકતા આચરી : સગીરાને ધરાર ઝેરી દવા પીવડાવી

 રાજપીપળા,તા.૨૫ : સગીરાના પિતાની ફરિયાદી મુજબ તેમની સગીર વયની દીકરી ઉંમર વર્ષ ૧૭ ને જયેશ સોમાભાઈ વસાવા( રહે રેંગણ તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા)એ સગીરાનો વારંવાર પીછો કરી પ્રેમ સંબંધ બાંધવા માટે મજબૂર કરતા સગીરાએ પ્રેમ સંબંધ બાંધવા ના પાડતા જયેશ સોમાભાઈ વસાવાએ સગીરાને ઝેરી દવા આપી કહ્યું કે તું આ ઝેરી દવા પી મરી જા તેમ કહેતા સગીરાને ઝેરી દવા પીવા મજબૂર કરતા સગીરાએ પોતાના ઘરની પાછળ ખેતરમાં ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત થતા, જયેશ વસાવાએ ભોગ બનનાર સગીરાને પ્રેમ સંબંધ બાંધવા માટે વારંવાર દબાણ કરી આપઘાતનું દુષ્પ્રેરણ કરી મોત નિપજાવી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા તિલકવાડા પોલીસે જયેશ વસાવા વિરુદ્ઘ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)