ગુજરાત
News of Friday, 25th June 2021

વડોદરા:યુવતીને અંધારામાં રાખી 1.65 લાખમાં ગામડાના યુવક સાથે લગ્ન કરાવી છેતરપિંડી આચરનાર મહિલા સહીત અન્ય સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: મમ્મી સાથે રહેવાનું ગમતુ ન હોય સુરતની ૨૧ વર્ષની યુવતી ઘર છોડીને તેની સાથે કામ કરતી મહિલાની સાથે રહેવા લાગી  હતી.આ મહિલાએ લગ્નના બહાને તેના સાગરીતો સાથે મળીને ૧.૬૫ લાખ લઇને યુવતીને ગામડાના યુવક સાથે પરણાવી દીધી  હતી.યુવતીને ત્યાં ગોંધી રાખી તેના કહેવાતા પતિ દ્વારા મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવતો  હતો.જે અંગે યુવતીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.સુરતમાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે,હું કતાર ગામ ખાતે હીરાની ઓફિસમાં કામ  કરતી હતી.ત્યારે મારી ઓળખાણ દક્ષાબેન સાથે થઇ હતી.મને મારી મમ્મી સાથે રહેવાનું ગમતુ ન હોય હું દક્ષાબેનના ઘરે મકરપુરા એરફોર્સની પાછળ રહેવા જતી રહી હતી.દક્ષાબેનનો મિત્ર મનિષ પરમાર અવાર નવાર તેમને મળવા આવતો  હતો.દક્ષાબેન તથા મનિષે મને લગ્ન કરવાનું કહેતા મેં હા પાડી હતી.દક્ષાબેન મૂળ બિલિમોરાના હોય,હું મારા અસલ ડોક્યુમેન્ટ્સ લઇને દક્ષાબેન સાથે બિલિમોરા ગઇ હતી.બે દિવસ પછી અમે પરત વડોદરા આવ્યા  હતા. મનિષે મને રોકી નામના વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી હતી.રોકી અને મનિષે મહેબૂબખાન જીતુખાન પઠાણ ને બોલાવ્યા હતા.મહેબૂબખાને મને જણાવ્યું હતું કે,જામનગરમાં મારા ઓળખીતા સંગીતાબેન છે.તેઓ તારા લગ્ન કરવા માટે યુવકને લઇને આવેલા છે.સંગીતાબેને  મને ત્રણ વ્યક્તિઓને મળાવ્યા  હતા.જે પૈકી મુરતિયાનું નામ રાજુ વિરાભાઇ બેલા જણાવ્યું હતું.તેના  પિતા વિરાભાઇ હતા.અને ત્રીજી વ્યક્તિ લખાબાપુ નામના હતા.જેમને સંગીતાબેન તેમના પિતા સમાન માનતા  હતા.ત્યારબાદ વડોદરાના એક વકીલ પાસે મને લઇ જઇ કાગળ પર સહી કરાવી હતી.સંગીતાબેને મને કહ્યું  હતું કે, આ રાજુ સાથે તારા લગ્ન થઇ ગયા છે.અને તારે તેની સાથે ખીરસરા ગામે જવાનું છે.

(6:09 pm IST)