ગુજરાત
News of Friday, 25th June 2021

માંડલ નાગરિક બેંકના લોન ઓફિસરનો વિદાય સમારોહ યોજાયો:૩પ વર્ષ કાર્યભાર સંભાળ્યો

બેંકના સ્ટાફ દ્વારા મોમેન્ટો આપી નિવૃત કર્મી મહેશભાઈનું સ્વાગત-સન્માન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ધી માંડલ નાગરિક સહકારી બેંક લી. શાખામાં સૌ પ્રથમ ક્લાર્ક તરીકે જાેડાયા અને ત્યારબાદ લોન ઓફિસરની ફરજ બજાવતાં મહેશકુમાર ગાંડાલાલ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત થતાં  તા.રપ જુનના રોજ બેંકના મીટીંગ હોલમાં નિવૃત કર્મચારી મહેશભાઈ દ્વારા નાણાંકીય સહકારી સંસ્થા કાર્યસભર થઈ તેમની સુઝબુઝ અને કાર્યપ્રણાલી અને ખુબજ ઉસ્તુ, મિલનસાર સ્વભાવ હતો આવા કર્મચારીના વિદાય વખતે બેંક પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે માંડલ નાગરિક બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન, મેનેજર, એકાઉન્ટન્ટ, કેશીયર તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં આ પ્રસંગે સંસ્થાના મેનેજર દ્વારા નિવૃત કર્મીનું શાલથી સન્માન, ચેરમેને નિવૃત કર્મચારીને શ્રીફળ સાકરનો પડો તેમજ આસી.મેનેજર દ્વારા પ્રોસ્તાહિત રકમનો મળવાપાત્ર ચેક અર્પણ કરી તેમન નવાજવામાં આવ્યા હતાં આ પ્રસંગે બેંકના તમામ સ્ટાફ દ્વારા અનેક મોમેન્ટો આપી નિવૃત કર્મી મહેશભાઈનું સ્વાગત-સન્માન કરાયું હતું (તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(6:49 pm IST)