ગુજરાત
News of Friday, 25th June 2021

રાજ્યમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ નોંધાયા : સુરતના 27 વર્ષના યુવાન અને વડોદરાના 38 વર્ષીય મહિલાના સિક્વન્સીંગ દરમ્યાન ડેલ્ટા પ્લસ વેરીયન્ટ જોવાયો

હાલમાં બંનેની તબિયત સ્થિર અને લક્ષણ પણ નથી : મહિલાને એપ્રિલમાં જલગાંવમાં કોરોના થયો હતો

અમદાવાદ :રાજ્યમાં આજે બે કેન્સ જેમાં જીનોમ સિક્વન્સીંગ દરમ્યાન ડેલ્ટા પ્લસ વેરીયન્ટ જોવા મળેલ છે જેમાં એક કેસ ૨૭ વર્ષીય પુરુષ સુરત ખાતે એપ્રિલ માસમાં પોઝીટીવ આવેલ. જેના સેમ્પલ જીનોમ સિક્વેન્સીંગ માટે NIV પુના ખાતે મોકલવામાં આવેલ જેનું રીઝલ્ટ આજ રોજ ડેલ્ટા પ્લરા વેરીયટનું હોવાનું જણાયેલ હાલ આ યુવાનની તબિયત સ્થિર છે અને તેઓને હાલ કોઈ લક્ષણો નથી.

બીજા કેસમાં  હાલ વડોદરા ખાતે રહેતા ૩૮ વર્ષીય હેિલા જેઓ એપ્રિલ માસમાં તેમના વતન મહારાષ્ટ્રના જલગાંવ ખાતે કોવિડ-૧૯ પોઝીટીવ આવે ત્યાંથી તેઓના સેમ્પલ નોમ સિક્વેન્સીંગ માટે મોકલવામાં આવેલ જે આજ રોજ ડેલ્ટા પ્લસ વેરીયન્ટ માટે પોઝીટીવ જણાયેલ તેઓ મે માસમાં  ગુજરાત ખાતે પરત આવેલ અને હાલ તેઓને કોઇ તકલીફ નથી કે લક્ષણ પણ નથી.

રાજ્ય રા૨કારે આ બંન્ને વિસ્તારમાં રહેલા કામગીરી રાધન રીતે હાથ ધરી

(7:52 pm IST)