સુરતમાં ઊંંચા થાંભલા પર ચઢી યુવકે હંગામો મચાવ્યો
પાંચ કલાક સુધી જોરદાર નાટક ચાલ્યું : ભીના શરીરે થાંભલા પર ચઢી જનારા યુવકને ફાયરના જવાનોએ દોરડા વડે બાંધી ભારે જહેમત બાદ નીચે ઊતાર્ર્યોે
સુરત,તા.૨૫ : સુરતના ડિંડોલી વિસ્તારમાં ૨૭ વર્ષનો એક યુવક ૭૦ ફૂટ ઊંચે આવેલા થાંભલે આવેલા ભીના શરીરે પર ચડી હંગામો મચાવ્યો હતો જોકે આ યુવક પર ચડી ગયો તો તેને લઇને સ્થાનિક લોકોએ પોલીસને ફાયર વિભાગને જાણ કરી હતી ત્યારે ફાયર બ્રિગેડની મદદથી પણ નીચેના ઉતરી શકતા આખરે પોલીસ અને ફાયર વિભાગે દોરડા વડે બાંધી અને પાંચ કલાકની જહેમત બાદ નીચે ઉતારી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ગઇકાલે રાત્રે હંગામો મચી જવા પામ્યો હતો વિસ્તારના પ્રમુખ પાર્ક સોસાયટી નજીક આવેલા સી.આર.પાટીલ રોડ પરના બ્રિજ પર યુવક ચડી ગયો હતો અને હંગામો મચાવ્યો હતો જોકે પીલે બ્રિજના રૂપા ૭૦ ફૂટ ઊંચાઈ પર ચડેલા આ યુવકને ઉતારવા માટે સ્થાનિક લોકોએ ખૂબ જ મથામણ કરી હતી. આખરે આ ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને અને સુરતની ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવી ઘટનાની જાણ થતા ફાયર નો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ યુવકને નીચે ઉતારવા પ્રયાસો કર્યા હતા પણ તેમાં નિષ્ફળતા મળતા આખરે પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા દોરડાની મદદથી પિલર પર જઈ પાંચ કલાકની જહેમત બાદ આ યુવકને મોડી રાત્રે ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને તેના વિરૂદ્ધ ડીડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે આ યુવક તેના માટે બ્રિજના પિલર પર ચડી ગયો હતો અને હંગામો મચાવ્યો હતો તે મામલે હજુ કોઈ પણ જાણકારી મળી નથી પણ જે પ્રકારની ઘટના હતી તેને લઈને સમગ્ર વિસ્તાર સાથે ફાયર વિભાગના જવાનો અને પોલીસે પાંચ કલાક કરતાં વધુ મહેનત કરવી પડી હતી.
જે રીતે આ યુવકે ટ્વિટર પર ચડી ગયા બાદ કર્યો તો તેને લઈને સમગ્ર વિસ્તારમાં મોડી રાત સુધી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જોકે પોલીસે યુવકની ધરપકડ કરી આ યુવક આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.