ગુજરાત
News of Tuesday, 25th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા ચોવીસ કલાકમાં નવા 1067 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો વધીને 87,846 થયો : વધુ 13 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2910 એ પહોચ્યો : રાજ્યમાં કોરોનાના રમખાણ વચ્ચે આજે વધુ 1021 દર્દીઓ સાજા થયા : અત્યાર સુધીમાં કુલ 70,250 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત

આજે પણ સુરતમાં સૌથી વધુ 229 કેસ, અમદાવાદમાં 165 કેસ, વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 98 કેસ, જામનગરમાં 86 કેસ, મોરબીમાં 17 કેસ, ભાવનગરમાં 49 કેસ, પંચમહાલમાં 27 કેસ, કચ્છ માં 25 કેસ, મહેસાણામાં 14 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1067 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 87,846 થઇ છે અને આજે વધુ 13 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2910 થયો છે તો બીજીતરફ આજે વધુ 1021 દર્દીઓ સાજા થતા કુલ 70,250 લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ 14686 એક્ટિવ કેસ છે જેમાં 14611 સ્ટેબલ છે અને 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત રહેતા લોકો મુંજવાણમાં પડ્યા છે કે સાચ્ચા આંકડાઓ ક્યાં માનવા?

(8:10 pm IST)