ગુજરાત
News of Friday, 25th September 2020

અમદાવાદના હિંમતનગરના જુના બજાર વિસ્તારમાં જવેલર્સની દુકાન આગળ મુકેલ સોનાચાંદીના દાગીના ભરેલા પર્સની ઉઠાંતરી કરી અજાણ્યો બાઈક સવાર રફુચક્કર

હિંમતનગર: શહેરના જુના બજાર વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાન આગળ ખુરશીમાં મુકેલ સોનાચાંદીના દાગીના ભરેલા પર્સની અજાણ્યો બાઈક સવાર ભરબપોરે ચોરી કરીને લઈ ગયો હતો. જે અંગે બુમાબુમ થવા છતા બાઈક ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ પર્સ ગુમાવનાર મહિલાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

સોનાચાંદીના દાગીના ભરેલ પર્સ ગુમાવનાર શહેનાઝબેન જબ્બારભાઈ મનસુરીના જણાવાયા મુજબ તેણી તા.૨૩ સપ્ટેમ્બરના રોજ બપોરના સુમારે જુનાબજારમાં આવેલ શ્રધ્ધા જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં પર્સ રાખીને ખુરશીમાં બેઠા હતા ત્યારે એક  ૧૭ વર્ષનો છોકરો બાઈક પર આવી ચઢયો હતો અને મહિલાની નજર ચુકવીને દાગીના ભરેલુ પર્સ લઈને ભાગી ગયો હતો.

(5:37 pm IST)