ગુજરાત
News of Friday, 25th September 2020

મહેમદાવાદ તાલુકાના કતકપુરા સહીત ઠાસરામાં ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડી 1 લાખના મુદામાલ સાથે 10 શખ્સોને ઝડપી પાડ્યા

મહેમદાવાદ: તાલુકાના કટકપુરા તેમજ ઠાસરા તાલુકાના ડાકોરમાં ચાલતાં જુગારધામ પર ગતરોજ સ્થાનિક પોલીસની ટીમે દરોડા પાડ્યાં હતાં. બંને દરોડામાં મળી કુલ રૂ.,૦૯,૮૫૦ ના મુદ્દામાલ સાથે કુલ ૧૦ શખ્સો જુગાર રમતાં રંગેહાથે ઝડપાઈ ગયાં હતાં.

અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના કટકપુરામાં દૂધની ડેરી પાછળ આવેલ વચલા ફળીયામાં કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમતાં હોવાની માહિતી મહેમદાવાદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ બપોરના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક ઈસમો પોલીસને હાથતાળી આપી ભાગી છૂટવામાં સફળ બન્યાં હતાં. જેમાં એક ઈસમ પોતાની રીક્ષા નં. જીજે-૨૩, એયુ-૨૨૪૧ને સ્થળ પર મૂકી ભાગી ગયો હતો. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં સાત ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં બાબુભાઈ મોહનભાઈ વાઘેલા, સાબીરમીયાં નુરમીયાં મલેક, રોહિતભાઈ કેશાભાઈ ઠાકોર, રમેશભાઈ રાવજીભાઈ સોઢાપરમાર, ઈશ્વરભાઈ ભગાભાઈ ગોહેલ, ઈકબાલમીયાં બાબુમીયાં મલેક, અને કિરીટભાઈ અંબાલાલ ઠાકોરનો સમાવેશ થાય છે. તેમની અંગજડતીમાંથી રૂ.૯૦૦૦, દાવ પરથી રૂ.૪૬૦૦, ચાર મોબાઈલ ફોન રૂ.૬૫૦૦ તેમજ સ્થળ પરથી મળી આવેલ સીએનજી રીક્ષા કિંમત રૂ.૮૫,૦૦૦ મળી કુલ રૂ.,૦૫,૧૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા સાત ઈસમો તેમજ ભાગી છૂટેલ રીક્ષાચાલક સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:42 pm IST)