ગુજરાત
News of Friday, 25th September 2020

કૃષિ બિલના વિરોધમાં ઝઘડિયા APMCએ વિરોધનો સૂર ઉઠાવ્યો :તમામ કામકાજ બંધ

ફાર્મીગ એક્ટ એ ખેડૂતોને તેમના જ ખેતરમાં ખેત મજુર બનાવી દેશે

ઝઘડિયા એપીએમસીના ચેરમેને કૃષિ બિલને ખેડૂત વિરોધી બિલ બતાવી તેનો વિરોધનો સૂર ઉઠાવ્યો હતો.આજે એપીએમસીનો તમામ કામકાજ બંધ કરી ખેડૂત મિત્રોને બિલનો સખત વિરોધ કરવા અનુરોધ કર્યો હતો.

 કૃષિ બિલના વિરોધમાં આજરોજ ઝઘડિયા APMC દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો અને કૃષિ બિલને ખેડૂતોના હાથ ભાંગી નાંખવા બરાબર નું ગણાવ્યું હતું. બિલ ના વિરોધ ના પગલે APMC નુ તમામ કામકાજ બંધ રહ્યું. ઝઘડિયા APMC ના ચેરમેન‌ દિપક પટેલે બિલનો વિરોધ કરી બિલ ને ખેડૂતોના હાથ ભાંગી નાખવા બરાબર ગણાવ્યું છે.

  બિલ ના પગલે કોઈ ઇસ્યુ થશે તો ખેડૂત‌ કોર્ટ માં જઈ શકશે નહીં જેથી તેમાં વેપારી સફળ થશે. આવશ્યક ચીજ વસ્તુ ધારા માં મલ્ટી નેશનલ કંપની ઓને છુટ મળશે‌. કંપની ઓ સીઝનમાં ખેડૂતો પાસે થી તેમની‌ મન‌ મરજી મુજબના ભાવથી માલ ખરીદી કરશે અને સીઝન પુરી થયા બાદ તેનો સંગ્રહ કરી તેને ડબલ ભાવે વેચશે તો પ્રધાન મંત્રી ખેડુતોની આવક કેવી રીતી ડબલ કરશે ?ફાર્મીગ એક્ટ એ ખેડૂતો ને તેમના જ ખેતરમાં ખેત મજુર બનાવી દેશે તેમ ઝઘડિયા APMC ના ચેરમેને જણાવ્યું હતું

(6:32 pm IST)