ગુજરાત
News of Saturday, 25th September 2021

વડોદરાના ગોત્રી દુષ્‍કર્મ કેસમાં અશોક જૈન અને તેના પુત્ર સહિત સ્‍ટાફની પૂછપરછઃ સીસીટીવીનું ડીવીઆર પોલીસે જપ્‍ત કર્યુ

અત્‍યાર સુધીમાં ફલેટના માલીક-હોટલ સંચાલક સહિત 30ની પૂછપરછ

વડોદરાઃ દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનના સ્ટાફના કેટલાક સદસ્યોની પૂછપરછ કરાઇ છે. અશોક જૈનના પુત્રની ત્રણ કલાક સુધી પૂછપરછ થઇ છે. અશોક જૈનની ઓફિસમાંથી CCTVનું DVR કબજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયું છે.

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. બે પૈકી એક કાર તે એક કાર છે જેમાં પીડિતા અશોક જૈન સાથે બેસીને રાજુ ભટ્ટને મળવા ગઇ હતી. કાર અંગે પીડિતાએ નિવેદન આપ્યું છે કે, તેના શેઠ અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વચ્ચે આજવા રોડ ખાતે આવેલી જમીન અંગે વાતચીત ચાલી રહી છે. મારા શેઠે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો જેમાં હું રહેતી હતી.

એક મહિના પહેલાં મારા શેઠ અશોક જૈન મારા ફ્લેટ નીચે આવ્યા હતા અને કહયું હતું કે, ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરવાની છે. તેઓ મને તેમની ગાડી 3355 નંબરની ગાડીમાં બેસાડીને મને વાસણા રોડ ખાતે આવેલા હેલી ગ્રીન ખાતેના ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા. ત્યારે બપોરના લગભગ ત્રણ કે ચાર વાગ્યા હશે. અમે ગાડી નીચે પાર્ક કરી સાતમા માળે ગયા હતા. જ્યાં ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ હાજર હતા. અમે તેમની સાથે સહારાની જમીન સેબીમાંથી કેવી રીતે મુક્ત કરાવવી તે અંગે ચર્ચા કરી હતી.

તો દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનના સ્ટાફના કેટલાક સદસ્યોની પૂછપરછ કરાઇ છે. અશોક જૈનના પુત્રની ત્રણ કલાક સુધી પૂછપરછ થઇ છે. અશોક જૈનની ઓફિસમાંથી CCTVનું DVR કબજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયું છે. સાથે જ કેસની સાથે સંકળાયેલ અલગ અલગ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરા શહેર એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા સહિતના સિનિયર અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે હાજર રહ્યાં હતા. અત્યાર સુધી કુલ 30 લોકોની પૂછપરછ કરાઇ છે.

યુવતી જે ફ્લેટમાં રહેતી હતી તે ફ્લેટના માલીકની પૂછપરછ કરાઇ, એક હોટેલ સંચાલકની પણ પૂછપરછ કરાઈ. આ સાથે જ દુષ્કર્મ કેસના આરોપીઓ વિદેશ ભાગી ના જાય તે માટે તમામ એરપોર્ટ પર જાણ કરાઈ છે. બંને આરોપીઓની પાસપોર્ટ વિગતો એકત્ર કરાઈ છે. અલગ અલગ તમામ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાનો કથિત મિત્ર બુટલેગર અલ્પેશ સિંધી જે ગુનામાં વોન્ટેડ છે તે ગુનામાં ધરપકડ માટે એક ટીમને કાર્યરત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં અત્યંત ચકચારી બનેલા ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપીઓ તરફે સમાધાન કરાવવા માટે પ્રયત્નશીલ હોવાના આક્ષેપો વચ્ચે ક્રાઇમ બ્રાંચના પી.આઇ એ બી જાડેજાની ક્રાઇમ બ્રાંચમાંથી પોલીસ કમિશનર દ્વારા બદલી કરી દેવામાં આવેલી છે. આની સાથે જ શહેરના અન્ય સાત પીઆઇની પણ આંતરિક બદલી કરવામાં આવી છે.

(5:05 pm IST)