News of Saturday, 25th September 2021
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ભાવેશભાઈ દવેની વરણી કરવામાં આવી
ભાવેશભાઈ દવેને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બધેલ રાષ્ટ્રીય કોર કમિટી અને સતીષ ઠાકોર કાર્યકારી અધ્યક્ષ દ્વારા ભાવેશભાઈ દવેની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સ્થાને વરણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોર કમિટી સદસ્ય અને પદાધિકારી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ભાવેશભાઈ દવેને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(8:20 pm IST)