ગુજરાત
News of Saturday, 25th September 2021

પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિની વિરમગામ શહેર, તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી

પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી, પોસ્ટકાર્ડ લખાણ, NAMO App ડાઉનલોડ સહિતના કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : જાણીતા તત્ત્વચિંતક, શ્રેષ્ઠ સંગઠક અને  જેમણે નેતા તરીકે અંગત જીવનમાં ઉચ્ચ મૂલ્યોની જાળવણી કરી હતી, તેઓ ભાજપના જન્મકાળથી આદર્શોના માર્ગદર્શક તથા નૈતિક પ્રેરણાના સ્રોત હતા. તેમના પૂર્ણ માનવતાવાદનો ગ્રંથ, સામ્યવાદીઓ અને મૂડીવાદીઓ એમ બન્નેના ટીકાઓ આલેખે છે, જે રાજકીય કાર્યપધ્ધતિ માટે વૈકલ્પિક પવિત્ર વિચારધારા રજૂ કરે છે તથા કાયદાઓના સર્જન સાથેની રાજય પધ્ધતિ અને માનવજાતની વૈશ્વિક જરૂરિયાદો પૂરી પાડે છે તેવા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિની વિરમગામ શહેર, તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ શહેરમાં શહેર પ્રમુખ નરેશભાઇ શાહ તથા સંગઠનની ટીમ અને વિરમગામ તાલુકામાં તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ તથા સંગઠનની ટીમ દ્વારા હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તાઓના સહકારથી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી,  પોસ્ટકાર્ડ લખાણ, NAMO App  ડાઉનલોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, પંડિત દિનદયાલ ઉપાધ્યાય ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના રોજ સોમવારે પવિત્ર વ્રજ ભૂમિના પ્રદેશમાં મથુરા જિલ્લામાં આવેલા નાંગલાચંદ્રવન ખાતે જન્મ્યા હતા. તેમના પિતા પ્રખર જયોતિષ હતા.  તેમના જન્માક્ષર જોઇને તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે એક દિવસ આ છોકરો મહાન વિદ્વાન પંડિત અને ચિંતક, નિસ્વાર્થી કાર્યકર અને અગ્રણી રાજકીય નેતા બનશે - પરંતુ તે અવિવાહિત રહેશે.  પંડિત દિનદયાલ ઉપાધ્યાય ૧૯૫૩ થી ૧૯૬૮ સુધી ભારતીય જનસંઘના નેતા હતા.

(8:27 pm IST)