ગુજરાત
News of Sunday, 25th September 2022

અમદાવાદનાં ટ્રાન્સપોર્ટર સુરેશ શાહ હત્યા કેસનાં મુખ્ય આરોપી રાજુ શેખવાના કાયમી જામીન ના મંજુર કરતી હાઇકોર્ટ:

ગોંડલ :અમદાવાદનાં વાસણા વિસ્તારની લાવણ્ય સોસાયટીમાં ૧૦ માર્ચ ૨૦૧૮ના વિશ્ર્વેશ્ર્વર મહાદેવના મંદિર માં જાણીતા ટ્રાન્સપોર્ટર સુરેશ શાહની અંધાધુંધ ગોળીબાર કરી કરાયેલી કરપીણ હત્યા નાં માસ્ટર માઇન્ડ  અને અપહરણ મારામારી મડઁર જેવા ગુન્હાઓમા સંડોવાયેલા અને હાલ ગોંડલ સબ જેલમા રહેલા કુખ્યાત રાજુ શેખવા એ હાઇકોર્ટ  મા કરેલી કાયમી જામીન અરજી ના મંજુર કરાઇ છે.
ચકચારી બનેલા મડઁર કેસ ની સનસનીખેજ વિગતો મુજબ રાજુ શેખવા એ અમરેલી સબ જેલ માં સુરેશ શાહ ની હત્યા નો પ્લાન ઘડ્યો હતો.અમદાવાદ ના એફસીઆઇ ના મેનેજર બાબુલાલ જાદવ મડઁર કેસ માં રાજુ શેખવા અમરેલી જેલ મા સજા ભોગવી રહ્યો હતો.ત્યારે રાજકોટ ના પરેશગીરી ગૌસ્વામી મડઁર કેસ મા આજીવન સજા ભોગવી રહેલા ઘનશ્યામ કણક સાથે રાજુ શેખવા ને મિત્રતા બંધાઈ હોય સુરેશ શાહ નુ મર્ડર કરવા રાજુ શેખવા એ ઘનશ્યામ કણક ને પેરોલ પર બહાર કાઢી સુરેશ શાહ નુ મર્ડર કરાવી ચુપચાપ અમરેલી જેલ મા ફરી પરત હાજર કરાવી દીધો હતો.
અમદાવાદ ખાતે સતત એક મહીના સુધી સુરેશ શાહ ના મકાન તથા ધંધા ના સ્થળે રાજુ શેખવા ના શુટરો એ રેકી કરી હત્યા ને અંજામ આપ્યો હતો.
હત્યા કેસ ની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરી અમદાવાદ થી એલમ ખાન અને રફીક નામના બે શાર્પ શુટરો ને દબોચી લેવાયા હતા.બાદ મા અન્ય આરોપીઓ પણ પોલીસ ની ગીરહબાન મા આવી ગયા હતા.
સુરેશ શાહ પણ પહોંચતી માયા હતો.અમદાવાદ ના પ્રદિપ ડોન તથા ખાડીયા ના ગૌતમ દાઢી મડઁર કેસ મા સુરેશ શાહ ની સંડોવણી બહાર આવી હતી.વર્ષ ૨૦૦૯ મા સુરેશ શાહે પાલડી મા રાજુ શેખવા પર ફાયરિંગ કરાવ્યા હોય બદલો લેવા રાજુ શેખવા એ ૫૦ લાખ ની સોપારી આપી શુટરો દ્વારા તેનુ મર્ડર કરાવ્યુ હતુ.
ગોંડલ સબ જેલ મા  આઇજી ની સ્કવોડ દ્વારા રાત્રી વેળા કરાયેલ જડતી મા રાજુ શેખવા પાસે થી બે મોબાઇલ મળી આવતા તત્કાલીન તેને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવાયો હતો.પરંતુ ઉચ્ચ રાજકીય વગ ધરાવતો રાજુ શેખવા ટુંક સમય મા જ વડોદરા થી ફરી ગોંડલ સબ જેલ માં પરત આવી ગયો છે.

 

(1:08 pm IST)