ગુજરાત
News of Sunday, 25th September 2022

ગુજરાતમાં 100 કેજરીવાલ પર જશે તો પણ ભાજપનો વાળ વાંકો નહીં કરી શકે: સાક્ષી મહારાજ

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી પર સાક્ષી મહારાજે કહ્યું - વડાપ્રધાન મોદીએ જાતિવાદ, પરિવારવાદ અને વંશવાદને સમાપ્ત કર્યો

ઉત્તર પ્રદેશના ઉન્નાવથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર જબરદસ્ત પ્રહાર કર્યો છે. સાક્ષી મહારાજે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી પર કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિવાદ, પરિવારવાદ અને વંશવાદને સમાપ્ત કર્યો છે.

કોંગ્રેસને હવે સમજ પડી ગઈ છે કે વંશવાદ નહીં ચાલે, નરેન્દ્ર મોદીના મહામંત્રથી કોંગ્રેસને સદ્દબુદ્ધિ આવી ગઈ છે.

તેની સાથે જ સાક્ષી મહારાજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત ભાજપનું ગઢ છે. ગુજરાતમાં 100 કેજરીવાલ પર જશે તો પણ ભાજપનો વાળ વાંકો નહીં કરી શકે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મદ્રેસાઓના સરવેને અસદુદ્દીન ઓવૈસી દ્વારા કહેવામાં આવેલા 'ટારગેટ સરવે' પર સાક્ષી મહારાજે કહ્યું કે, તેમને તેના પર બોલવાનો કોઈ હક નથી. દારૂલ ઉલૂમ કહી રહ્યા છે કે યોગ્ય થઈ રહ્યું છે. દારૂલ ઉલૂમ ઈમામ યોગીના સરવેનું સમર્થન કરી રહ્યા છે. ઓવૈસી કોણ હોય છે બોલવાવાળા.

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની અધિસૂચના 22 સપ્ટેમ્બર 2022થી જાહેર થઈ ગઈ છે. 24 સપ્ટેમ્બર એટલે જે આજથી નામાંકન ભરાશે. બે દશકમાં પહેલી વખત ગાંધી પરિવારમાંથી કોઇ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યું નથી. રાજસ્થનાના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડે તેમ માનવામાં આવી રહ્યું છે. તેને લઈને ભાજપના સંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. દિલ્હી પોલીસ દ્વારા દોઢ કરોડ રૂપિયાની માગણી કરવાના આરોપમાં ધરપકડ થયેલા હસનૈન બકાઈની બાબતે સાક્ષી મહારાજે કહ્યું કે તેને 8-9 મહિના પહેલા હટાવી દેવામાં આવ્યો હતો.

  સાક્ષી મહારાજે કહ્યું કે મારો કોઈ પ્રતિનિધિ નથી. આજ પછી જિલ્લામાં મારો કોઈ પ્રતિનિધિ નથી. દિલ્હી પોલીસ દ્વારા દોઢ કરોડ રૂપિયાનું ફંડિંગ માગવાના આરોપમાં ધરપકડ હસનૈન બકાઈને લઈને સાક્ષી મહારાજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજથી 8-9 પહેલા જ હટાવી દીધો હતો. તે પણ પ્રતિનિધિ નહોતો. લઘુમતી બાબતોને જોતો હતો, બોલ્યો હતો. વિકાસ કાર્યોની સમીક્ષા થઈ. જનપદ વિકાસ અને કાયદા વ્યવસ્થા સડકને લઈને એક સમીક્ષા બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠક ખૂબ જ સાર્થક રહી.

 

(3:46 pm IST)