ગુજરાત
News of Monday, 25th October 2021

કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં યુવાનોના અધિકાર માટે સતત પ્રયાસ -વિદ્યાર્થીઓને સારૃં શિક્ષણ મળે અને શિક્ષિત યુવાનોને રોજગારી મળે તે કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ : હાર્દિક પટેલ

 રાજકોટ : બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત હુંકાર સભાને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સંબોધન કર્યું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં યુવાનોના અધિકાર માટે સતત પ્રયાસ કરી રહી છે. વિદ્યાર્થીઓને સારૃં શિક્ષણ મળે અને શિક્ષિત યુવાનોને રોજગારી મળે તે કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે. ગુજરાતના લોકો કોંગ્રેસ સાથે છે અને માટે જ તમામ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના મતદારો વધી રહ્યા છે.

(10:35 am IST)