ગુજરાત
News of Thursday, 24th November 2022

ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ભાયલી વિસ્તારમાં લોકોને પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચવામાં આવતા બાલકૃષ્ણ પટેલ સામે ફરિયાદ કરાઈ

વડોદરાના ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાયલી વિસ્તારમાં લોકોને પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચવામાં આવતા બાલકૃષ્ણ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે લોકોને રૂપિયાની નોટો આપતો વીડિયો વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ છે.

(11:53 pm IST)