ગુજરાત
News of Thursday, 24th November 2022

મારૂતિ સુઝુકીની નવી ઈકોઃ વધારે દમદાર, ઓછું ઈંધણ- વધારે સ્‍ટાઈલિશ

(કેતન ખત્રી), અમદાવાદઃ મારૂતિ સુઝુકી ઇન્‍ડિયા લિમિટેડે ઓછું ઇંધણ વાપરે તેવું નવું અને વધારે શકિતશાળી એન્‍જિન ધરાવતી નવી ઇકો રજૂ કરી છે. દેશની સૌથી વધારે વેચાતી વાન મારૂતિ સુઝુકી ઇકો છેલ્લા કેટલાય સમયથી આ સેગમન્‍ટમાં પોતાનું એકધારૂં પ્રભુત્‍વ ધરાવે છે. આ સફળતાના આધાર ઉપર નિર્માણ થયેલી નવી ઇકોને ગ્રાહકોની ઉભરી રહેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડ્‍યુઅલ-પર્પઝ વ્‍હિકલ તરીકે નવીન એન્‍જિનિયરિંગના કમાલ સાથે વિકસાવવામાં આવી છે. તે આરામદાયક અને વધુ જગ્‍યા ધરાવતી ફેમિલી કાર શોધી રહેલા ગ્રાહકોની અને ફ્‌લેક્‍સિબલ ઇન્‍ટિરિયર સ્‍પેસ સાથે પ્રેકિટકલ વ્‍હિકલની જરૂરિયાત ધરાવતાં ઉદ્યમીઓની જરૂરિયાતો આત્‍મવિશ્વાસ સાથે પરિપૂર્ણ કરે છે. નવા અલગ રીતે તૈયાર કરાયેલા ઇન્‍ટિરિયર અને લેટેસ્‍ટ ટેક્રોલોજી તથા ફિચર્સનો સંગમ ધરાવતી નવી ઇકો માલિકો તેના  પ્રત્‍યે ગર્વ અનુભવે અને તેમના પરિવારને પણ તે આકર્ષક લાગે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.નવી ઇકો એક સલામત ડ્રાઇવ સુનિヘતિ કરવા માટે અન્‍ય સ્‍ટાન્‍ડર્ડ સેફ્‌ટી ફિચર્સની સાથે સાથે એન્‍જિન ઇમ્‍મોબિલાઇઝર, ઇલ્‍યુમિનેટેડ હાઝર્ડ સ્‍વિચ, ડ્‍યુઅલ એરબેગ્‍સ, સ્‍લાઇડિંગ ડોર્સ અને વિન્‍ડો માટે ચાઇલ્‍ડ લોક વિ. ફિચર્સ ઉપલબ્‍ધ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:54 pm IST)