ગુજરાત
News of Thursday, 24th November 2022

સોશ્‍યલ મીડિયાનો દુરૂપયોગ કરી દીકરીઓ સાથે છેતરપીંડી થાય છે, સતર્કતા જરૂરી

લોહાણા લગ્ન સગાઈ કેન્‍દ્ર દ્વારા ડીસેમ્‍બરમાં પસંદગી મેળો

ᅠ(કેતન ખત્રી), અમદાવાદઃ લોહાણા લગ્ન- સગાઈ કેન્‍દ્ર અને લોહાણા ઈન્‍ટરનેશનલના સંયુકત પ્રયાસો દ્વારા સતત ૪૫મો જીવનસાથી પસંદગી સંમેલન ઉચ્‍ચ શિક્ષિતો માટે લાયન્‍સ હોલ મીઠાખળી અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અમેરિકાથી જગદીશભાઈ લાદીવાળા, મુકેશભાઈ મજીઠીયા નાગપુરથી રમેશચંદ્ર ગુંદેચા તથા વિશેષ મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં. સંચાલન શ્રીમતી પ્રજ્ઞાબેન વિનોદભાઈ ઠકકરે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ હાઈટેક પધ્‍ધતિથી ટેકનોલોજીના માધ્‍યમથી દિપેશ કકકડે કરેલ હતું.

આ પ્રસંગે સોશ્‍યલ મિડીયા દ્વારા થતી લગ્ન વિષયક બાબતે છેતરપીંડી કેવી રીતે થાય છે. તેની વિસ્‍તૃત ચર્ચા થઈ હતી. જેમાં મોટે ભાગે દિકરીઓ ભોગ બને છે માટે સતર્કતા જરૂરી છે અને આવા ફેસ-ટુ- ફેસ સંમેલનો યોજાય તેવી સૌ એ માંગણી હતી. આગામી કાર્યક્રમ તા.૨૫/૧૨ના રવિવારે યોજાશે. તેવું સંસ્‍થાના પ્રમુખ કિશોરભાઈ ઠકકરે (મો.૯૪૮૪૮ ૬૧૦૨૦)

(4:01 pm IST)