ગુજરાત
News of Thursday, 24th November 2022

દુનિયાના સમૃદ્ધ દેશના માપદંડમાં ગુજરાત આગળ હોય તેનો મોરચો માંડીને કામ કરવુ છેઃ નરેન્‍દ્રભાઇ મોદી

દહેગામમાં જંગી જનમેદનીને સંબોધતા વડાપ્રધાનઃ મોદી... મોદી...ના નારા ગુંજ્‍યા

દહેગામઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દહેગામ ખાતે ચૂંટણી સભા ગજવી હતી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે સાવ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ગઇ કાલથી બે દિવસીય માટે વડાપ્રધાન ગુજરાતમાં છે. ગઇ કાલે ચાર જંગી સભા સંબોધી હતી. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે .પહેલી સભા પાલનપુરમાં સંબોધી હતી. ત્યાર બાદ અરવલ્લીના મોડાસામાં અને હવે દહેગામ પહોંચ્યા છે.ત્યારબાદ બાવળામાં જનમેદનીને સંબોધન કરશે. ગઇકાલે વડાપ્રધાને મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

દહેગામમાં જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે

- દહેગામને અભિનંદન આપવા છે. આજે તમે વટ પાડી દીધો છે.

- બપોરે મિંટીગ રાખવી હોય તો કહે સાંજે રાખોને આજે આટલી મોટી મિટીંગ રાખી

- દેશની આઝાદીના 100 વર્ષ થશે એમાં 25 વર્ષ અમૃતકાળ છે. અમૃતકાળની આ પહેલી ચૂંટણી 5 વર્ષ માટે નથી આ ચૂંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવુ હશે તેનો નિર્ણય કરવા માટેની ચૂંટણી છે.

- દુનિયાના સમૃદ્ધ દેશના માપદંડમાં ગુજરાત આગળ હોય તેનો મોરચો માંડીને કામ કરવુ છે

- એક જમાનો હતો ચૂંટણીમાં ભ્રષ્ટ્રાચાર અને સગાવાદની વાતો થાય પછી એક સમય આવ્યો સડક,વિજળીની વાતો થાય

- જે ગુજરાતમાં પાણી,વિજળી સડક લગભગ બધા વિષયો આત્મસાત કરીને આગળ નિકળી ગયુ છે ખેડૂતોએ પણ ટપક સિંચાઇ અપનાવી પાણીનો બચાવ કરવાનું ચાલુ કર્યું

- અમે ગુજરાતને પાણીની બાબતે સુરક્ષિત કર્યું

- ગુજરાતમાં સરદાર સરોવર, સુજલામ સુફલામનું કામ અમે કર્યું

- મને યાદ છે હુ પહેલી વખત મુખ્યમંત્રી બન્યો ત્યારે મને બધા કહેતા સાંજે વાળુ કરીએ ત્યારે વિજળી આપજોને

- પહેલાનો જમાનો હતો. પાણી માંગો એટલે ટેન્કર અને હેન્ડપંપની વાત આવે

- દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ગુજરાત ઉભુ થયું

- ગામડા ગામડે સડક બન્યા, રેલવે ,નવા એરપોર્ટ બન્યા છે

- શિક્ષણમાં આધુનિક યુનિવર્સિટી બનાવી

- ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં પાંચમાં નંબરે છે

- 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે 10માં નંબર પર હતા.

- 250 વર્ષ સુધી જેમને આપણા પર રાજ કર્યુ તેને પાછળ છોડી દીધા તેનો આનંદ હતો

- હવે ભારતને પહેલા ત્રણ નંબરની અંદર આવતા વાર નહી લાગે

- ગુજરાતની અર્થવ્યવસ્થા 14 ગણી મોટી થઇ છે

- ગુજરાતમાં પંચાયતનું બજેટ પહેલા 100 કરોડ રૂપિયા હતા. આજે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા છે

- ગુજરાતના ગામડામાં પણ શહેરો જેવી સુવિધા બને તે દિશામાં કામ કર્યુ છે

- તમે લખી રાખજો એ દિવસ દૂર નહી હોય ગાંધીનગર- દહેગામ ટ્વીન્સ સિટી હશે.

- દહેગામ, ગાંધીનગર અને કલોલ આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે

- દિલ્હીમાં હુ બેઠો હોય અને મારુ આ સપનુ હોય અને ગુજરાતની મદદ મળે તો વહેલુ પુરુ થાય કે ન થાય?

- ગાંધીનગર જિલ્લાના બધા કમળની જવાબદારી ખરી કે નહીં ?

- હિન્દુસ્તાનના અનેક છોકરાઓની ઇચ્છા હોય છે કે ગાંધીનગરમાં ભણવા આવે

- ગાંધીનગરની એકમાત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી દુનિયા એક માત્ર ગાંધીનગરમાં છે

- દુનિયાના સમૃદ્ધ દેશની સરખામણીમાં મારે ગુજરાતને લઇ જવુ છે?

- પરંતુ આ કોણ કરશે ?

- મોદી નહી પરંતુ આજનો જુવાનિયો આ કામ કરશે,તમારા કારણે આ શક્ય બનશે

- વિકાસ માટે આકાંક્ષા એ જ મોટી ઉર્જા હોય છે

- દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હોય આ બન્ને એન્જિન લાગ્યા છે

- ગુજરાતનું જેટલું શિક્ષણનું બજેટ છે, ઘણા રાજ્યમાં આખા રાજ્યનું જ આટલું બજેટ હોય છે

- શિક્ષણના ક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ આખા ગાંધીનગર જિલ્લાને મળ્યો છે

- એક સમયે ગાંધીનગર રેલવે સ્ટેશને કાગડા ઉડતા, આજે દુનિયા જોવા આવે છે

-કલોલ-દહેગામ અને ગાંધીનગરના ગર્ભમાં ગુજરાતના ભાવિ મહાનગરો આકાર લઇ રહ્યા છે

- અનેક નવી સંસ્થાઓ ગુજરાતના દીકરા-દીકરીઓ અલગ અલગ વિષયમાં ભણી-ગણીને આગળ વધે, રોજગાર માટેના અવસર પેદા થાય, આધુનિક ઉદ્યોગોથી આખું ક્ષેત્ર ધમધમે. ભાવિ વિકાસની દિશા માટે કામ કરીએ છીએ.

-કોંગ્રેસને તો આવતીકાલનું ગુજરાત કેવું હશે એ પણ ખબર નહીં હોય

-દરેક દરેક પુલીંગ બુથમાંથી કમળ નિકળે એવુ કરશો ?

-હવે મારુ બીજુ એક અંગત કામ કરશો ?

-આપણી પાસે અઠવાડીયું જ રહ્યું છે, બધા મતદારને મળશો ત્યારે કહેજો નરેન્દ્ર ભાઇ દહેગામ આવ્યા હતા.

- આપણા નરેન્દ્રભાઇ દહેગામ આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે

-વડિલોને પ્રણામ કહેશો તો મને આશીવાર્દ મળશે અને તેનાથી મને એનર્જી મળશે

(6:03 pm IST)