ગુજરાત
News of Thursday, 24th November 2022

"રાજસ્થાનના ઉદયપુર મા વિશ્વની મોટામાં મોટી ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. 300 + વ્હીલચેર ક્રિકેટરો વચ્ચે જામશે જંગ.

"વેસ્ટ ઝોન ટિમ ની કેપ્ટનશીપ સાથે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર ભીમા ખૂંટી ફરી એક વખત ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરશે."

આજે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ઉદયપુર જવા રવાના થઈ ચૂકી છે.તારીખ 27 નવેમ્બર થી ૪ ડિસેમ્બર સુધી ૧૬ રાજ્યની વ્હીલચેર ક્રિકેટ ટીમો આમને-સામને ટકરાશે.

વિશ્વની મોટામાં મોટી ટી૨૦ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદયપુર ખાતે થવા જઈ રહી છે.એક જ ટુર્નામેન્ટમાં 300 + વિલચેર ખેલાડીઓ રમતા જોવા મળશે તેવી આ પહેલી ટુર્નામેન્ટ બની જશે.
આ ટુર્નામેન્ટ વીશે અમારી વાત જયારે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટી સાથે  થઈ હતી ત્યારે ભીમા ખૂંટી એ જણાવ્યું હતું કે વ્હીલચેર ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ૧૬ રાજ્યની ટીમો અને 300 + વિલચેર ક્રિકેટરો એકકી સાથે અને એકજ જગ્યા રમવા જઈ રહ્યા છે તે એક વિશ્વ રેકોર્ડ બની જશે. ત્યારે ગુજરાતની વિલચેર ક્રિકેટ ટીમને આવડી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે તે અમારા માટે ખુશીની વાત છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ સારું પ્રદર્શન કરીને અવ્વલ નંબરની ટીમ બનશે તેવી આશા  છે. વધુમાં ભીમા ખૂંટીએ જણાવ્યું હતું કે આ વખત ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે પારસ કુબાવત ની જગ્યાએ પ્રકાશ ડાંભલિયા ને લેવામાં આવ્યો છે જ્યારે ચંદ્રસિંહ વસાવા ની જગ્યાએ અમદાવાદના અક્ષય શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ નીચે મુજબ છે.
(1) ભીમા ખૂંટી  (કેપ્ટન) (2) મનહર સંગાડા (વાઇસ કેપ્ટન) (3) કલ્પેશ મકવાણા (4)સંજય બારીયા (વિકેટકીપર) (5) નિલેશ સોલંકી (6) અભેસિંહ રાવલ (7) ભાવેશ રાઠોડ (8) પ્રકાશ ડાંભલિયા  (9) સંજય મકવાણા (10) અક્ષય શર્મા (11) પવન કુમાર (12) હરિત ગઢવી (13) લાલા મકવાણા.ચિરાગ મકવાણા (કોચ)

 

(8:59 pm IST)