છેલ્લા 32 વર્ષમાં કોંગ્રેસ એકપણ ચૂંટણી જીતી નથી. તો કામ ક્યારે કર્યું : ‘કોંગ્રેસનુ કામ બોલે છે’ સ્લોગન પર અમિતભાઈ શાહના આકરા પ્રહાર
શાહે વધુમાં કહ્યુ કામ બોલે છે ત્યાં પંજો ખોટો લગાડ્યો ત્યાં કમલ લગાવી કહો કામ બોલે છે
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મધ્ય ગુજરાતમાં તાબડતોબ એકસાથે ચાર સભાઓ સંબોધી હતી. ત્યારબા તેમણે અમદાવાદના નરોડામાં ચૂંટણી સભા સંબોધી હતી. અમિતભાઈ શાહે જણાવ્યુ કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના પટેલના નેતૃત્વમાં સરકાર બને છે. શાહે ‘કોંગ્રેસનુ કામ બોલે છે’ સ્લોગન પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે છેલ્લા 32 વર્ષમાં કોંગ્રેસ એકપણ ચૂંટણી જીતી નથી. તો કામ ક્યારે કર્યુ હતું
શાહે વધુમાં કહ્યુ કામ બોલે છે ત્યાં પંજો ખોટો લગાડ્યો ત્યાં કમલ લગાવી કહો કામ બોલે છે. તેમણે ઉમેર્યુ કે 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં થાય તેવી ભાજપ સરકારની તૈયારી છે. આમ આદમી પાર્ટી પર વાર કર્યો કે સેનાએ કરેલી એર સ્ટ્રાઈકના પુરાવા માગી AAP એ સેનાનું અપમાન કર્યુ. સેનાના પરાક્રમના પુરાવા ન હોય તેવુ આ લોકોને કોણ સમજાવે ?