ગુજરાત
News of Wednesday, 25th January 2023

26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપનારની ઉત્તરપ્રદેશના બલિયાથી ધરપકડ :ચાર શખ્શોની અટકાયત

પોલીસ આ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે

અમદાવાદ ; 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપનારનું પગેરું ગુજરાત પોલીસે શોધી નાખ્યું છે. આ અંગે ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરતા ઉત્તરપ્રદેશના બલિયાથી અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપનારને ઝડપી પાડ્યો છે. આ સાથે ગુજરાત પોલસીએ 4 શખ્સોને ડિટેઇન કર્યા હોવાની પણ માહિતી મળી છે. હાલ પોલીસ આ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. 

આવતીકાલે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. ગુજરાતમાં રાજ્યકક્ષાના પર્વની ઉજવણી બોટાદ ખાતે થવાની છે. આ દરમિયાન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો નનામો પત્ર અમદાવાદ પોલીસને મળતા ખળભળાટ મચી ગયો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

પ્રજાસત્તાક પર્વ પહેલાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળતા પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. રેલવે સ્ટેશન પર RPF અને GRPF દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.

(12:45 am IST)