ગુજરાત
News of Friday, 26th February 2021

સુરતમાં આપનો રોડ શો

રાત્રે ૧ વાગ્યે પણ લોકો તમારી પાસે આવે તો પણ મદદ કરજો : અરવિંદ કેજરીવાલ

સુરત,તા.૨૬:આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતના મહેમાન બન્યા હતા. સવારે ૮ વાગે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કાર્યકરોનું અભિવાદન કર્યુ હતુ એટલું જ નહીં પણ રોડ શો યોજાયો હતો અને AAPના ધારાસભ્યોને તેમણે સંપર્ક પણ કર્યો હતો.

સુરતમાં સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા કે, ભાજપના લોકો AAPના ૨૭ કોર્પોરેટરોનો સંપર્ક કરશે. ભાજપના લોકો તમને તોડવાની યોજના બનાવી રહ્યાં છે. AAPમાંથી કોઇ ભાજપમાં ગયા તો આપણે સાંભળવુ પડશે. કોઇ તૂટીને જશે તો બીજેપીવાળા કહેશે આ પણ એવા જ નીકળ્યા.

AAPના નવનિયુકત ૨૭ કોર્પોરેટરો સાથે સંવાદ દરમિયાન નિવેદન આપ્યુ હતુ કે, સીએમ કેજરીવાલનો સંગઠન મંત્રી સોરઠિયાના ઘરે સંવાદ કાર્યક્રમ તમને મત એટલા માટે મળ્યો છે કે તમે જનતાની વચ્ચે રહો. નેતા બન્યા બાદ તમારો સ્વભાવ ન બદલાવવો જોઇએ. જનતા તમારી પાસે આવે તો દુર્વ્યવહાર ન કરવો. જનતા પોતાનું અપમાન સહન નથી કરતી. મોટા-નાના,અમીર-ગરીબ તમામ સાથે સમાન વર્તન કરજો.

રાત્રે ૧ વાગ્યે પણ લોકો તમારી પાસે આવે તો પણ મદદ કરજો. AAP પોતાના કામના આધારે દેશમાં પ્રચાર કરી રહી છે. હવે તમારા ૨૭ લોકોના કામથી ગુજરાતમાં પ્રચાર કરશે. સુરત મનપામાં સત્ત્।ા પક્ષને એક પણ ખોટુ કામ ન કરવા દેતા. હું તમારી પાસેથી ખૂબ ઉર્જા લઇને દિલ્હી પરત જઇ રહ્યો છું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ૬ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે ૮૧ ન.પા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તા.પંચાયતની ચૂંટણી છે. આજે સાંજે ૫ વાગ્યાથી રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર બંધ કરશે. આચારસંહિતાને પગલે સાંજે ૫ વાગ્યા બાદ જોરશોર વાળા પ્રચાર બંધ થઈ જશે. ઉમેદવારો સાંજ બાદ માત્ર ડોર ટૂ ડોર પ્રચાર જ કરી શકશે. ૨૮ ફેબ્રુઆરીએ સવારે ૭ વાગ્યે ચૂંટણી મતદાનનો પ્રારંભ થશે.

(4:02 pm IST)