ગુજરાત
News of Friday, 26th February 2021

વડોદરા: પોલીસે બાતમીના આધારે અજબડી મિલ રોડ નજીક દારૂની ફેક્ટરી ઝડપી પાડી:74 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો

વડોદરા: શહેરમાં દારૃનું વેચાણ અટકતું નથી.પરંતુ,દારૃનો ધંધો કરતા બૂટલેગરોએ પોલીસના નાકની નીચે જ શહેરમાં વિદેશી દારૃની ફેક્ટરી શરૃ કરી દીધી  હતી.અને ગઇકાલે પોલીસને આ ફેક્ટરીની માહિતી મળી  હતી.જેના આધારે પોલીસના સ્ટાફે અજબડી મિલ રોડ કુતરાવાડી પાસે રહેતા નિલેષ ઉર્ફે ગપુડી હરિદાસ કહારના ઘરે રેડ પાડી  હતી.તેના ઘરે તપાસ કરતા પ્લાસ્ટિકના  ઇંડસ્ટ્રિયલ બેરલ નંગ.૨ તથા પ્લાસ્ટિકના  ૩  બેરલ , દારૃની કાચની નાની મોટી બોટલ,ઢાંકણા તથા પ્લાસ્ટિકના સીલ તથા વિદેશી દારૃની ફ્લેવર પણ મળી આવ્યા હતા.પોલીસે પૂછપરછ કરતા નિલેષે જણાવ્યુ હતું કે,ગુડ્ડુ મારવાડી નામના શખ્સ પાસેથી આલ્કોહોલ અને વિદેશી દારૃની ફ્લેવર મિક્સ કરીને દારૃની ખાલી બોટલોમાં ભરીને ઢાંકણુ અને સીલ કરીને તૈયાર કરતો હતો.

પોલીસને નિલેષના ઘરેથી મેક્ડોવેલ્સ ન.૧ લખેલી કાચની ૭૪ બોટલ મળી આવી હતી.પોલીસે ૨૫૦ લિટર આલ્કોહોલ ,નકલી દારૃ બનાવવાની સામગ્રી,મોબાઇલ ફોન કબજે લીધા છે.પોલીસે આરોપી નિલેષ કહારને પકડી કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.જ્યારે નિલેષને આલ્કોહોલ અને વિદેશી દારૃની ફ્લેવર સપ્લાય કરનાર આરોપી ગુડ્ડુ મારવાડી ની મોબાઇલ ફોન નંબરના આધારે  શોધખોળ  હાથ ધરી છે.

(5:12 pm IST)