ગુજરાત
News of Monday, 26th April 2021

રાજપીપળા સહિત DGVCL ના 15 જેટલા અધિકારી, કર્મચારીઓના કોરોનામાં મૃત્યુ થતા સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો

અમુક ઇમરજન્સી સિવાયની કામગીરી સ્ટાફની અછત અને ભયના કારણે બંધ કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા સહિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 જેવા અધિકારીઓ અને કર્મચારીઓ ના કોરોના માં મૃત્યુ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે જેમાં હાલ કોરોના સંક્રમણ વધતા અન્ય કર્મચારીઓમાં પણ આ બાબતે ભય ફેલાયો છે સાથે સાથે અચાનક મોટી સંખ્યામાં સ્ટાફના મૃત્યુ થતા ફક્ત ઇમરજન્સી સિવાઈ ની બધી જ કામગીરી બંધ કરાઈ હોવાનું રાજપીપળા વીજ કંપનીના મુખ્ય ઈજનેર એ .જી પટેલે જણાવ્યું હતું.
છેલ્લા અઠવાડિયામાં મૃત્યુ પામેલા 15 જેટલા સ્ટાફ માં રાજપીપળા ડિવિઝન ના ડેપ્યુટી ઈજનેર સહિત કુલ ત્રણ સ્ટાફ ના મોત નિપજ્યા છે આજ રીતે ગુજરાત ના અન્ય જિલ્લા માંથી પણ વીજ કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓના મોત થતા દક્ષિણ ગુજરાત વીજ કંપની માં ઘેરા સોકની લાગણી છવાઈ જવા પામી છે સાથે અન્ય બાકી સ્ટાફ માં ભય જોવા મળી રહ્યો હોવાનું મહામંત્રી,અ.ગુ.વિ.કા. સંઘ,ડીજવીસીએલ ના ચિરાગ શાહ એ જણાવ્યું છે.

(11:02 pm IST)