ગુજરાત
News of Thursday, 26th May 2022

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં 1. 19 કરોડની છેતરપિંડી કરનારા 9 ગુનાના 6 આરોપીઓ દિલ્હી-હરિયાણાથી ઝડપાયા

ટેક્સટાઈલ માર્કેટમાં કેટલાક લેભાગુ વેપારીઓ સુરતના અન્ય વેપારીઓ સાથે સંપર્ક કરીને વેપાર શરૂ કરી થોડા સમય બાદ ઉઠમણું કરીને નાસી જાય છે

સુરત શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમા ટેક્સટાઇલ ઉદ્યોગનો વ્યાપ જોવા મળે છે. સુરત ટેક્સટાઈલનું હબ હોવાથી દેશભરમાંથી લોકો ખરીદી માટે આવતા હોય છે. જે અહિના વેપારીઓની સારપનો લાભ લઈને માલ ખરીદી રૂપિયા આપ્યા વગર છેતરપિંડી કરતાં હોય છે. આ છેતરપિંડીના 9 ગુનામાં પોલીસે કાર્યવાહી કરીને 6 આરોપીઓને દિલ્હી-હરિયાણા સહિતના વિસ્તારોમાંથી ઝડપી લઈને કાનૂની સકંજો મજબૂત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ
( 1 ) મહેન્દ્રસિંહ ઉર્ફે રવી સાવલસિંહ રાવ
( 2 ) મનીષ ભુપતભાઇ વાવડીયા
( 3 ) કિશોરકુમાર અમૃતલાલ
( 4) હાર્દિક કાંતિભાઈ ભુવા
( 5 ) વિશાલ રાજકુમાર અગ્રવાલ
( 6 ) જયેશ જશવંતભાઈ પટેલ
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, ટેક્સટાઈલ માર્કેટમાં કેટલાક લેભાગુ વેપારીઓ સુરતના અન્ય વેપારીઓ સાથે સંપર્ક કરીને વેપાર શરૂ કરી દે છે. તેમને સમયસર રૂપિયા આપવાની વાત કરતાં વેપાર શરૂ કરી દે છે. થોડા સમય બાદ સમય સંજોગો જોતા ચીટીંગ કરીને કે ઉઠમણું કરીને નાસી જતા હોય છે. દુકાનો અને ફોન બંધ કરીને ભૂગર્ભમાં જતા રહ્યા છે. સુરત પોલીસ અને ટેક્સ્ટાઇલ વેપારીઓ વચ્ચે સતત બેઠકો કરીને આ પ્રકારના લેભાગુ તત્વોને ઓળખી કાઢવા માટે અપીલ કરવામાં આવે છે. તેમના સાથે વેપાર ન કરવાની સૂચના પણ આપવામાં આવે છે. એક વાત તો ચોક્કસ છે કે, સ્થાનિક ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફરતા દલાલો વેપારીઓ સાથે સંપર્ક કરાવી લેતા હોય છે. ત્યારબાદ આ પ્રકારની ઘટના બનતી હોય છે

(12:52 am IST)