News of Thursday, 26th May 2022
કઠલાલ તાલુકાના ચરેડમાંથી 25 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક મહિલાને ઝડપી પાડી
કઠલાલ:તાલુકાના લ-મીzપુરા ગામે ડેરી સામે તાબે ચરેડમાં છાપરામાંથી રૂ. ૨૫,૧૦૦ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને પકડી પાડતી કઠલાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ પોલીસને માહિતી મળી હતી કે લ-મીપુરા ડેરી સામે આવેલા ચરેડ વિસ્તારમાં રહેતો ભારતસિંહ ભરતભાઈ ઉદેસિંહ પરમાર ઘર આગળ આવેલ છાપરામાં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે છાપો મારતાં સુરજબેન ઉદેસિંહ પરમાર ઝડપાઈ જવા પામી હતી. પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની ૨૪૩ બોટલો મળી આવી હતી, જેની કિંમત ૨૫૧૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે આ અંગે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
(5:56 pm IST)