News of Friday, 26th May 2023
અમદાવાદ ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળતા ચકચાર
ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ અપાઈ છે:વીડિયોના પુરાવા સ્વરૂપે ડોક્ટરને સસ્પેન્ડ કરાયા
અમદાવાદ : એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળ્યા છે. ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવાર સાંજના સમયે મુલાકાતીને અનુભવ થતા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. દારૂ પીધેલ ડૉક્ટરનું નામ ડોકટર બ્રિજેશ કટારા હોવાનું સામે આવ્યું છે. ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાલ વીડિયોના પુરાવા સ્વરૂપે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
(10:41 pm IST)