ગુજરાત
News of Friday, 26th May 2023

અમદાવાદમાં યુવતીનું અપહરણ અને બળાત્કાર ગુજારવાના ગુનામાં પ્રેમી સહિત ત્રણની ધરપકડ

નારોલ પોલીસે ઝડપેલા આરોપી છોટુરામ ઈસરારશાએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી :યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ આપી તેનુ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ :નારોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ ત્રણ આરોપી છોટુરામ ઈસરારશા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ  વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઝડપાયેલ આરોપી છોટુરામ ઈસરારશા એ 20 વર્ષે યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી. યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ આપી તેનુ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો

 સાથે જ તેના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલે પણ બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને પણ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે ગુનામાં નારોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

બળાત્કારનો ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેને ધાનેરા લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં આ વાત કોઈને નહી કરવાનું કહેતા ધમકી આપી હતી અને સાથે જ યુવતીને અમદાવાદમાં લાવી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી પ્રેમી છોટુરામ અને તેના બે મિત્રોએ પણ બળાત્કાર ગુજારે હતો.

(11:27 pm IST)