ગુજરાત
News of Monday, 26th July 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક ભાગીદારે ઓફિસ પર જઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

વડોદરા: શહેરનાવાઘોડિયા  રોડ ધરતી હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા પ્રવિણ કૈલાસભાઇ ખટીકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,હુ ંઅગાઉ તરસાલી  રોડ પર આવેલા સાકાર ઇસ્ટ કોમ્પલેક્સમાં ઓએલએક્સ ઓટો નામની ઓફિસ ધરાવતો હતો.અને કાર લે વેચનો ધંધો કરતો હતો.જે દુકાન હાલ બંધ છે.આ ઓફિસમાં તે સમયે મેનેજર તરીકે ધુ્રવ વિરેન્દ્રસિંહ રાઉલજી (રહે.પાદરા) નોકરી કરતો હતો.આ ઓફિસ મેં મે-૨૦૨૧ માં બંધ કરી દીધી છે.હાલ રાજસ્થાનના ઉદયપુર મંગલવાડ એક્સપ્રેસ હાઇવે પર હોટલમાં મેેનેજર તરીકે નોકરી કરૃ છું.હું છેલ્લા ચાર વર્ષથી કાર લે વેચનો ધંધો કરતો હતો.આ ધંધો અગાઉ ગનુ કાળુભાઇ ભરવાડ (રહે. જલારામ નગર,વાઘોડિયા રોડ ) ની સાથે ભાગીદારીમાં કરતો હતો.

ગત ત્રીજી માર્ચના સાંજે સાડા છ વાગ્યે ગનુ ભરવાડે મારી ઓફિસ પર આવીને મારા મેનેજર સાથે રૃપિયાની ઉઘરાણી બાબતે  તકરાર કરી હતી.અને ધમકી આપી હતી કે,હું તમને અહીંયા રહેવા દઉં નહી.તમને ધંધો કરવા નહી દઉં.જ્યાં દેખાશો ત્યાં જાનથી મારી નાંખીશ.આરોપીએ મારી કારના બોનેટ પર પથ્થર મારી નુકસાન પહોંચાડયુ હતું.મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)