ગુજરાત
News of Sunday, 26th September 2021

નર્મદા જિલ્લામાં રોમિયોગીરી કરતા લોકોને બરાબરનો મેથીપાક ચખાડતી નિર્ભયા સ્કોડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ખાતે પી.એસ.આઇ કે કે પાઠકના નેતૃત્વમાં દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ભયા સ્કોડ કાર્યરત છે, હાલમાં શાળા- કોલેજો ચાલુ થતા શાળા કોલેજની આજુબાજુ રખડતા અને રોમિયોગીરી કરતા યુવાનોને નિર્ભયા ટીમની બહેનો પકડીને બરાબરનો મેથીપાક આપી રહ્યા છે તેમ પીએસઆઇ પાઠકે જણાવ્યું હતું.
નિર્ભયા સ્કોડ ખૂબ જ કડકાઇથી કામ કરતી હોવાથી આ સ્કોડમાં કારણે બહેન, દીકરીઓ આજે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે તેમના વાલીઓ પણ અભ્યાસ કરતી પોતાની દીકરીઓ બાબતે ચિંતા મુક્ત બની નિર્ભયા સ્કોડનો આભાર માની રહ્યા છે અને પોલીસ અધિક્ષકની આવી સરસ કામગીરી બદલ લોકો ધન્યવાદ પાઠવી રહ્યા છે.

(9:55 pm IST)