ગુજરાત
News of Sunday, 26th September 2021

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પી.એમ.નો 81માં મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત નો કાર્યક્રમ તારીખ 26.09.2021 ના રોજ સવારે 11:00 કલાકે રાજપીપળામાં પાલીકા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં નર્મદા જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ, રાજુભાઇ પટેલ, સંદીપભાઈ દશાંદી સહિતના ભાજપ ના કાર્યકરો જોડાયા હતા જ્યારે દેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામ ખાતે આ કાર્યક્રમ યોજાયો જેમાં નર્મદા જીલ્લા અઘ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય મોતીલાલભાઈ વસાવા, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ શંકરભાઈ વસાવા, રણજીતભાઈ ટેલર, ડેડિયાપાડા તાલુકા ભાજપા પ્રમુખ ઇશ્વરભાઈ,તાલુકા ભાજપા મહામંત્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પર્યૃષાબેન, શિક્ષણ સમિતિ ચેરમેન શાંતાબેન , સીચાઈ સમીતી ચેરમેન સોમાભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન વસાવા, દેડિયાપાડા જીલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવા, ચીકદા જીલ્લા પંચાયતના સદસ્ય  ખાનસીગ ભાઈ, જાનકી આશ્રમનાં સોનજીભાઈ સહિત કાર્યકર્તા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં

(9:56 pm IST)