ગુજરાત
News of Sunday, 26th September 2021

ડેડીયાપાડામાં ગ્રીન કિલ બેક નામનો સાપ નિકળતા લોકોમાં ભય : જીવદયા પ્રેમીએ પકડી જંગલમાં છોડતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી કેટલાક જાતિના સાપ સાહિતમાં જીવ જંતુઓ લોકોના ઘરમાં દેખાતા લોકો ભયના માર્યા ફફડે છે ત્યારે આજે બપોરે ત્રણ વાગે ડેડીયાપાડામાં રહેતાં અજયભાઈના ઘરમાં ગ્રીન કિલ બેક નામનો લીલો અને દેખાવે ડરામણો સાપ દેખાતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો હતો જોકે નર્મદા જિલ્લામાં જીવદયા પ્રેમીઓ દ્વારા સાપ, પાટલાઘો, અજગર સહિતના ને પકડવા સારી સેવાકાર્ય કરતા હોવાથી કેટલાય લોકોના જીવ બચ્યા છે ત્યારે આજના આ કિસ્સામાં પણ જીવદયા પ્રેમી ભાવિનભાઈ ને સ્થળ ઉપર બોલાવતા તેમણે આ ઝેરી સાપને પકડી જંગલમાં છોડી મુકતા સૌને રાહત મળી હતી.

(9:58 pm IST)