ગુજરાત
News of Monday, 26th September 2022

નર્મદા જીલ્લા SOG પીઆઈ ની બદલી બાદ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાયો :સ્ટાફે ભાવુક થઈ વિદાઈ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક બાદ એક દરેક વિભાગ માં અધિકારીઓની બદલીઓ થઈ રહી હોય જેમાં હાલમાં જ એલસીબી અને એસ.ઓ.જી. પીઆઈ ની પણ બદલી થઈ છે

ત્યારે એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ એ જિલ્લાનો ચાર્જ છોડ્યા બાદ આજરોજ એસ.ઓ.જી. પીઆઈ કે. ડી. જાટ સાહેબે ચાર્જ છોડતા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે તેમનો વિદાઈ સમારંભ યોજાયો હતો જેમાં સ્ટાફે પુષ્પ વર્ષા કરી અશ્રુભીની આંખે તેમના મિલનસાર સ્વભાવ નાં પીઆઈ ને વિદાઈ આપી હતી અને વિદાઈ વેળા સ્ટાફ ભાવુક થયેલો જોવા મળ્યો હતો.

 

(10:37 pm IST)